મારવાડા મેઘવાળ સમાજ જો આ નિયમો નો પાલન કરે તો સમજી લો ૯૦% સમસ્યા ખતમ.
મારવાડા મેઘવાળ સમાજ જો આ નિયમો નો પાલન કરે તો સમજી લો ૯૦% સમસ્યા ખતમ.
✨છઠ્ઠી ના નિયમો:
(૧) બાળક અર્થાત્ બાળકી ની જન્મની છઠ્ઠી પર માત્ર સામાજિક નિયમ અનુસાર છઠ્ઠી ઉજવણી કરવી.
(૨) સાદું ભોજન બનાવવું.
✨સગપણ ના નિયમો:
(૧) સગપણમાં છોકરા પક્ષ દ્વારા કન્યા માંટે વીંટી, શ્રૃંગાર સામગ્રી, સોગાત (ગિફ્ટ) વગેરે લાવવા નહી. માત્ર સગપણ સાડી, બંગડીઓ, ચાંદલો જ આપવો.
(૨) સગપણમાં કન્યા પક્ષ દ્વારા છોકરા પક્ષ છોકરા માંટે વીંટી કે કોઈ અન્ય સોગાત (ગિફ્ટ) આપવી નહી.
(૩) સગપણ માં બનને પક્ષના કુલ્લ ૬૦ સાઈઠ વ્યક્તિઓની સંખ્યા હોવી જોઈએ. (૩૦ વર પક્ષ અને ૩૦ કન્યા પક્ષ) તેથી વધુ એક પણ વ્યક્તિની મંજૂરી નહીં.
(૪) સગપણ માં બનને પક્ષોએ મારાજ બ્રાહ્મણ ને સમાજ દ્વારા નક્કી કરેલ દાન સિવાય કોઈએ પણ અન્ય રકમ આપવી નહી.
(૫) સગપણ માં છોકરા, છોકરાના પિતા, છોકરાની માતા (જો હયાત ન હોય તો ) દાદા, દાદી, કાકા, કાકી એમ કૂલ્લ ૩ ત્રણ જણને જ ઓઢામણી કરવી.
(૬) સગપણ માં કન્યા પક્ષ દ્વારા છોકરા માટે કોઈ પણ અલગ સભા મંડપ (સ્ટેજ) નો ખર્ચ કરવો નહિ.
(૭) સગપણમાં કન્યાના ઘરે કોઈ નવું નિયમ ના કરવું જેમ કે કેક કાપવું, કન્યા કે મિત્રો સાથે ડાન્સ કરવું ખોટા રોફ બતાવવા.
✨લગ્નના નિયમો :
(૧) લગ્નમાં વર પક્ષે કન્યા માટે લાવવાની સામગ્રી લગ્નની બાંધણી સાડી, બાંધણી મડ, ચૂડી, સોનાનાં દાગીના એ સિવાયની અન્ય કોઈ પણ વસ્તુ લાવવી નહિ.
(૨) દાંડિયા રાસ (શો) માં કોઈ પણ ગાવા, વગાડવા વારા ને બોલાવવા નહિ, કે
આપડી સામાજિક રીત માં ન હોય તેવા ખોટા ખર્ચ કરવા નહિ તેમજ ખોટા દેખાવ કરવા નહિ..
(૩) વર પક્ષ વાળા તથા કન્યા પક્ષ એ પોતાની મરજી મુજબ કોઈ પણ એક સમયનું જમણવાર રાખવું.
(૪) લગ્ન માં બનને પક્ષોએ બ્રાહ્મણ ને સમાજ દ્વારા નક્કી કરેલ દાન સિવાય કોઈ પણ અન્ય રકમ આપવી નહી.
(૫) લગ્ન પ્રસંગમાં કોઈ પણ જાતની ગોર કરવી કે કરાવવી નહિ.
(૬) લગ્નમાં વર પક્ષે 21(એકવીસ) જાનૈયાઓથી વધુ વ્યક્તિઓ લઈ જવા નહિ.
(૭) લગ્નમાં કન્યા પક્ષે કન્યાને કન્યા દાન માં આપવાની સામગ્રી સોનાની નાકની નથ, અરીસો, દાંતિયો, ચંપલ, કાંસાની થાળી, કાંસાની વટી, કાંસાનો કળસ, સાળો (મડ)
(૮) વર પક્ષે જાન સાદગી થી લાવવી તેમજ લઈ જવી કોઈ પણ ખોટા દેખાવ (બેન્ડ બાજા) વગર
(૯) આપણા સાસ્ત્ર પરંપરા ગત સામાજિક લગ્નમાં ન હોય એવી કોઈ પણ નવી અન્ય રીતો લગ્ન માં કરવી કે કરાવવી નહિ કે ગુસાડવી નહિ.
(૧૦) લગ્નમાં વર પક્ષ તથા કન્યા પક્ષ ના સગા સંબધીઓ વર તથા કન્યાને પોતાની મરજી મુજબ ગિફ્ટ, સોગાત કે કન્યા દાન આપી શકે છે.
(૧૧) લગ્નમાં કન્યા પક્ષવાળા એ વર પક્ષના કોઈ પણ ૫ (પાંચ) વ્યક્તિઓને ઓઢામણી કરવી જેમાં ૨ (બે) મહિલાઓ અને ૩ (ત્રણ) પુરુષ જેમાં વર સામેલ.
(૧૨) મામેરા પ્રથાનું સંપૂર્ણ પ્રતિબંધ એવી કોઈ રસમ જ નહિ કરવી.
(૧૩) સાદગી વાળી કંકોત્રીઓ છાપાવવી
✨મરણ સમયના નિયમો:
(૧) સમસાન યાત્રા સવારે મોડા માં મોડી ૧૦:૩૦ કલાક પહેલા કાઢવી.
(૨) દિવસે ને દિવસે મરણ જનાર ની તમામ વિધિઓ પૂર્ણ કરી દેવામાં આવે.
(૩) રાતના કોઈ દિયાળા ની વિધિ રાખવામાં નહિ આવે.
(૪) મના ધોળવાની કોઈ વિધિ રાખવામાં ન આવે.
(૫) સમસાન માં કોઈ પણ જાત ની આયોજન રાખવામાં નહીં આવે.
(૬) મરણ જનારની જે વિધિઓ ઓ થશે તેમાં થતાં તમામ લેખાઓ જે તે સમાજના નક્કી થયેલ મુજબના જ હશે બ્રાહ્મણ પોતાની મરજી મુજબ લઈ શકશે નહિ.
(૭) મરણ જનારની ૬ (છ) માસિક કે વાર્ષિક રાખવી એ કોઈ ફરજિયાત નથી. તેનો બહિષ્કાર.
(૮) મરણ જનાર ના ઘરે સમાજનો ભોજન (બપોરે કે રાતે) બનાવવું નહિ.
✨સામાન્ય ધાર્મિક નિયમો:
(૧) કોઈ પણ વ્યક્તિએ પોતાના ઘરે ધર્મની , અજેપાર દાદાનું લોટ, ઠાઠ, સવાર જ્ઞાન, સંધ્યા જ્ઞાન, કોરી વગેરે જેવા ધાર્મિક આયોજનો નું લેખો કે દાન જે સમાજ જે નક્કી કરેલ હશે તે મુજબ નો જ લેવું પડશે બ્રાહ્મણો પોતાની મરજી મુજબ લઈ સકશે નહિ.
(૨) જન્મદિવસ, સગપણ વર્ષગાંઠ, લગ્ન વર્ષગાંઠ, વગેરે જેવી ખોટી ઉજવણીઓ નો બહિષ્કાર કરવું.
(૩) કોઈ એ પણ પોતાના સગપણ, લગ્નના ફોટા સોશ્યલ મીડિયા પર ન રાખવા. પોતાના અંગત સમૂહોમાં મોકલી સકશે.
(૪) હોળીના હાયડા પ્રથા બંધ.
-: સોશિયલ મીડિયા ના માધ્યમથી
મારવાડા સમાજ માં જો આ નિયમોનો પાલન કરવામાં આવે તો સમજી લો ૯૦% સમાજ માં સુધારો થઇ શકે
આ મે મારા મત પ્રમાણે વિચારો રાખેલ છે તથા આ વિચારો નું હું સમસ્ત કચ્છ, ગુજરાત મારવાડા સમાજ સમક્ષ રજૂ પણ કરીશ તેમજ તેમનો બંધારણ માં સુધારો વધારો કરવો. આ તમામ નિયમો સાથે સમાજના વિકાસ માં તમે સહમત છો?
Comments
Post a Comment