આંબેડકર ટ્રોફી ૨૦૧૯:- આંબેડકર ગ્રુપ અંજાર દ્રારા અંજાર ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું




અંજાર ખાતે તા ૧૬ જૂન ના રોજ આંબેડકર ગ્રુપ અંજાર દ્રારા આંબેડકર ટ્રોફી ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું હતું.યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ રહે અને સમાજમાં સદભાવના કેળવાય એકતા રહે એવા સંકલ્પ સાથે આ ક્રિકેટ ટુર્નામેનટનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આયોજનમાં ભાગ લેનાર કચ્છના જુદા જુદા ગામની ટીમો દ્વારા શાનદાર પર્ફોર્મન્સ બતાવ્યો હતો. 

કચ્છના જુદા જુદા ગામોની ટીમ જેમ કે, અંજાર,ભુજોડી,ભુજ,જામથડા તથા બિદડા, વરનોર અને ગાંધીધામ આ તમામ ગામોની ટીમ પહેલો રાઉન્ડ અંજારના ટાઉનહોલ ખાતે રાખવામાં આવ્યું હતું 

પહેલા રાઉન્ડ બાદ ફાઈનલ મેચ અંજાર નગર સંચાલિત સ્ટેડિયમમાં રાખવામાં આવી હતી અને તેમા ફાઈનલ મેચમાં ભુજોડી અને જામથડા ટીમ વચ્ચે જોરદાર મુકાબલાની સાથે રસાકસી ભરી આ મેચમાં છેલ્લે જોરદાર પર્ફોર્મન્સની સાથે ભુજોડી ટીમનો વિજય થયો ભુજોડીની ટીમને આબેડકર ટ્રોફી 2019 ની વિજેતા જાહેર કરવામાં આવી હતી

આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં મેઘવંશી મારું સમાજ ઉગમણું પરગણું ના પ્રમુખ શ્રી શિવજીભાઈ મંગરીયા, 
નાયબ મામલતદાર પુરવઠા શાખા અંજાર શ્રી નવિનચંદ્ર મારૂ, 
કુકમા ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી કંકુબેન એ.વણકર, 
ખારીરોહરના સરપંચ શ્રીમતી પુરબાઈ આર.બડીયા,
ભુજોડી ગ્રામના સરપંચ શ્રીમતી લક્ષ્મીબેન જી.વણકર, 
ભીમાસરના સરપંચ શ્રી દિનેશભાઈ વી.ડુંગરીયા,
અલખના આરાધક અને આર્ટીસ્ટ શ્રી નાનજીભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કાનજીભાઈ ડુગિયા,નીતિનભાઈ લોચાણી,યોગેશભાઈ જોગુ,સામજીભાઈ ભદ્રુ દ્વારા કરવામાં આવ્યું હતું.

વિજેતા ટીમને મોમેન્ટો, સન્માનપત્ર અને ટોફી દ્વારા સન્માનિત કરવામા આવ્યુ હતુ. આંબેડકર ગ્રૂપ અંજાર દ્વારા અંજાર ખાતે ખૂબ જ સારી અને સુંદર રીતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

ફોટો અને અહેવાલ શ્રી નાનજીભાઈ રાઠોડ












Comments

બીજા વધુ આર્ટિકલ વાંચવા માટે

अलख समाचार

વાંચો ઓનલાઇન પેપર

એવી ભકિત કરો તો હરજી અગમભેદ જાણો

ચિત્રકારશ્રી નાનજીભાઈ રાઠોડ (ગોરડિયા)એ કોરોનાથી બચાવનો સંદેશ કેનવાસ પર અંકિત કર્યો

નવિનભાઈ જયપાલ