સરકારી યોજનાઓ
- મુખ્યમંત્રી રાહતફંડ (આરોગ્યલક્ષી ખર્ચમાં સહાય અર્થે)
પ્રસ્તાવના-
કીડની/ હ્રદય/ કેન્સર/ લીવરના રોગની સારવાર/ ઓપરેશનના ખર્ચને પહોચી વળવા માટે માન. મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાંથી સરકારશ્રીએ નક્કી કરેલ જે-તે હોસ્પિટલના નામે પેનલ ધ્વારા નક્કી કરેલ નિયમાનુસાર રકમ નો ચેક આપવામાં આવે છે.
ઉપરોક્ત રોગ ધરાવતા દર્દી પાસે જો મુખ્યમંત્રી માં અમૃતમ/વાત્સલ્ય યોજના અથવા પ્રધાનમંત્રી આરોગ્ય યોજના કાર્ડ (આયુષ્યમાન કાર્ડ) હોય પરંતુ સારવાર માટેની રકમ નો અંદાજ ૫ લાખ થી વધુ હોઈ તો મુખ્યમંત્રી રાહતફંડમાં સહાય માટે આવેદન કરી શકાય છે.
શરતો-
1. આવેદન કરનાર ની પારિવારિક વાર્ષિક આવક રૂ.૧,૫૦,૦૦૦/- થી ઓછી હોવી જોઈએ.
2. દર્દીને હોસ્પિટલ ધ્વારા આપેલ અંદાજ મુજબ ઓપરેશન ખર્ચ ચૂકવેલ ના હોવો જોઈએ કે ઓપરેશન આવેદન આપવા પહેલા કરાવવું જોઈએ નહિ.
3. આવેદન કરનાર કુટુંબ ના કોઈ પણ સભ્ય નોકરી કે વ્યવસાય કે પેન્શનના ભાગરૂપે રિએમ્બર્સ્મેન્ટ (ખર્ચ સરભર) નો લાભ મેળવતા ના હોવા જોઈએ અથવા કોઈપણ પ્રકારના વીમાના રક્ષાન હેઠળ વળતર નો લાભ લીધેલ ના હોવો જોઈએ.
4. દર્દીએ સારવાર/ઓપરેશન માટે અગાઉ માન.મુખ્યમંત્રીશ્રી ના રાહતફંડ માં આગાઉ અરજી કરેલ ના હોવી જોઈએ.
જે-તે રોગની સારવાર/ઓપરેશન માટે સરકારશ્રીએ નિયુક્ત કરેલ હોસ્પિટલો
હ્રદયના ઓપરેશન માટે માન્ય હોસ્પિટલ-
1. યુ.એન,મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ-૩૮૦૦૧૬
2. શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલ, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬
3. ધરમસિંહ દેસાઈ મેમોરીયલ મેથોદીસ્ક ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડિયોલોજી , મિશન રોડ, નડીયાદ-૩૮૭૦૦૨
4. શ્રી બી.ડી. મહેતા મહાવીર હાર્ટ ઈન્સ્ટીટ્યુટ , શ્રી મહાવીર હેલ્થ કેમ્પસ, અઠવાગેટ, રીંગરોડ, સુરત-૩૯૫૦૦૧
5. ઈ.એમ.ચેરીટેબલ સંચાલિત પી.પી.સવાણી હાર્ટ ઈન્સ્ટીટ્યુટ, પ્લોટ નં-૧ થી ૮ , સિદ્ધકુટીર ઇન્ડ એસ્ટેટ, ચોથો માળ, સિદ્ધકુટીર મંદિર ની બાજુમાં વરાછા ફાયર બ્રિગેડની સામે, વરાછા રોડ, સુરત.
કીડની ટ્રાન્સપ્લાન્ટ માટે માન્ય હોસ્પિટલ-
1. ઈન્સ્ટીટ્યુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ-૩૮૦૦૧૬
2. મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ, ડો વીરેન્દ્ર દેસાઈ રોડ,નડીયાદ-૩૮૭૦૦૧
કેન્સર રોગની સારવાર માટે માન્ય હોસ્પિટલ-
1. ધી ગુજરાત કેન્સર રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ), સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ-૧૬
2. રાજકોટ કેન્સર સોસાયટી શ્રી નાથાલાલ પારેખ કેન્સર ઈન્સ્ટીટ્યુટ, ૧૪ તિરુપતિ નગર , નિર્મલા કોર્ન્વેન્ત ની સામે, રાજકોટ-07
રજુ કરવાના પુરાવાઓ-
1. દર્દી અથવા તેના પરિવારની આવક દર્શાવતો મામલતદારશ્રી નો દાખલો
2. ધારાસભ્યશ્રી ની ભલામણ ચિઠ્ઠી
3. દર્દી ધ્વારા મુખ્યમંત્રીશ્રી ને અરજી
4. ઓ.પો.ડી કેસ ની ઝેરોક્ષ
5. રેશનકાર્ડ ની ઝેરોક્ષ
6. સારવાર નો અંદાજીત ખર્ચ નો લેટર (હોસ્પિટલ ધ્વારા)
7. ૫૦રુ. ના સ્ટેમ્પ પર સોગંધ નામું
8. ઓપરેશન બાકી છે તેવું ડોક્ટરનું સર્ટીફીકેટ (અસલ)
અથવા
ઈમરજન્સીમાં ઓપરેશન થયેલ હોય તો ઈમરજન્સીમાં ઓપરેશન થયું છે તેવું ડોક્ટરનું સર્ટીફીકેટ (અસલ )
દરેક પુરાવાઓ ને ભેગા કરી જો નકલ માંગી હોઈ તો નોતરી ના સિક્કા મારવી માન.મુખ્યમંત્રી શ્રી નું કાર્યાલય, ગાંધી નગર,
સરદાર પટેલ ભવન ખાતે પોસ્ટ ધ્વારા મોકલવું.
અરજી મંજુર કે ના મંજુર નો જવાબ આપશ્રી ને ૧૦ દિવસ સુધીમાં મળી જશે.
જરૂરી પુરાવા અને સોગંધનામું ના નમુના બાબતે નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.
2. MYSY-મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના
સહાય મેળવવાની પાત્રતાના ધોરણો
1. ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધોરણ-૧૦ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
2. સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અથવા અન્ય માન્ય બોર્ડની ગુજરાતમાંથી ધોરણ-૧૨ની વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૯૦ કે તેથી વધુ પરસેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.
3. રૂ. ૪,૫૦,૦૦૦/- (અંકે રૂપિયા ચાર લાખ પચાસ હજાર પૂરા) સુધીની વાર્ષિક આવક ધરાવતા વાલીઓના સંતાનો સહાય મેળવવા માટે લાયક ગણાશે. વાર્ષિક આવકનું પ્રમાણપત્ર મામલતદારશ્રી/તાલુકા વિકાસ અધિકારીશ્રી પાસેથી મેળવવાનું રહેશે
4. ડીપ્લોમાં અને સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને તેમના અભ્યાસક્રમના નિયત સમયગાળા સુધી સહાય મળવાપાત્ર થશે.
5. સ્વ-નિર્ભર અભ્યાસક્રમોમાં એન.આર.આઇ. બેઠકો પર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહી.
આ યોજના હેઠળ નીચે મુજબ સહાય મળવાપાત્ર રહેશે.
ટ્યુશન ફી સહાય
1. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના મેડીકલ અને ડેન્ટલના સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૨,૦૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.
2. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના પ્રોફેશનલ કોર્સીસ જેવા કે ઇજનેરી ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેકચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નસીંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, વેટરનરી જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૫૦,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.
3. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૨ પછીના ઉચ્ચ શિક્ષણના સ્નાતક કક્ષાના કોર્સીસ જેવા કે બી.એસ.સી., બી.કોમ, બી.એ., બી.બી.એ., બી.સી.એ. જેવા સરકાર માન્ય સંસ્થાના સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૧૦,000/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.
4. પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ-૧૦ પછીના સરકાર માન્ય સંસ્થાના ડીપ્લોમા સ્વ-નિર્ભર અભ્યાસક્રમો માટે નિયત થયેલ વાર્ષિક ટ્યૂશન ફીની ૫૦% રકમ અથવા રૂપિયા ૨૫,૦૦૦/- તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય દર વર્ષે મળવાપાત્ર થશે.
5. સરકારી મેડીકલ, ડેન્ટલ, ઇજનેરી કોલેજોમાં જનરલ બેઠકો પર અનામત કક્ષાના વિદ્યાર્થીઓ જે સંખ્યામાં પ્રવેશ મેળવે અને તેને કારણે જનરલ કેટેગરીના જે સંખ્યામાં વિદ્યાર્થીઓને સ્થળાંતર કરવું પડે અને છેલ્લે જો કોઇ પણ સરકારી કોલેજમાં તેઓને પ્રવેશ ન મળે અને ફરજિયાતપણે તેઓને સ્વ-નિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવવો પડે તો આવા આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવેલ સ્વ-નિર્ભર કોલેજ અને સરકારી કોલેજ વચ્ચેની ટ્યુશન ફીના તફાવતની રકમ સહાય પેટે મળવાપાત્ર થશે.
જરૂરી પુરાવાઓ-
• અરજદારના પિતાનો આવકનો દાખલો (સક્ષમ અધિકારી પાસે થી)
• સેલ્ફ ડેકલેરેશન ફોર્મ
• એડમીશન લેટર (યુનિવર્સીટી ધ્વારા ઓનલાઈન પ્રવેશ બાદ મળતું પત્ર)
• બેંક પાસબુક/કેન્સલ ચેક
• ટ્યુશન ફી ની રસીદ (કોલેજ માંથી મળશે)
• પાનકાર્ડ (પિતાનો )
• રેશન કાર્ડ
• આધારકાર્ડ
• કોલેજ નો mysy શિષ્યવૃત્તિ બાબતે લેટર
• ઇન્કમટેક્ષ રીટર્ન
• રીટર્ન ભરતા ના હોઈ તો રીટર્ન ભરવાપાત્ર આવક નાં હોવાનું ડીકલેરેશન ફોર્મ
• પાસપોર્ટ સાઈઝ ફોટો
• ધો-૧૨ ની માર્કશીટ
ખાસનોંધ-
• ફોર્મ ઓનલાઈન MYSY ની વેબસાઈટ પર થી ભરી સંલગ્ન યુનીવર્સીટી અથવા સરકાર માન્ય સેન્ટરો પર જઈ ઓરીજીનલ પુરાવાઓ સાથે ખરી નકલ ની ચકાસણી કરાવી જમા કરાવવું.
•ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ અને અરજી માટે જરૂરી મેન્યુઅલ ફોર્મ ડાઉનલોડ માટે ની લિંક નીચે આપવામાં આવી છે.
◆━━━━━༺♥༻━━━━━◆
💫અલખ જ્યોત.!!🪔
ડિજિટલ હેલ્પ
આભાર...
Comments
Post a Comment