આયર્લેન્ડ લોકશાહી નું જ્વલંત ઉદાહરણ છે.



આયર્લેન્ડ લોકશાહી નું જ્વલંત ઉદાહરણ છે ત્યાંનું લોકતંત્ર પોપ્યુલીઝ્મ નો અભીગમ ધરાવે છે. જેમાં કોઈપણ ચૂંટાયેલી લોકતાંત્રિક સરકાર એવું માને છે કે, સામાન્ય લોકો ના અધિકાર પર એલિટ લોકોનો સીધો કે આડકતરો કબ્જો હોય છે. લોકતંત્રમાં આવી સ્થિતિ હરગીઝ ન હોવી જોઈએ. 

એટલે સરકારમાં ચુંટાયેલા પ્રતિનિધિ પર એ જવાબદારી છે કે તેણે સામાન્ય લોકો જેવો જ જાહેરમાં વ્યવહાર કરવો જોઈએ. આયર્લેન્ડ ના પ્રધાનમંત્રી આ અભિગમ ને સાર્થક કરવા સાયકલ ચલાવી ઓફિસે જાય છે. અને તે દરમ્યાન કોઈ સામાન્ય નાગરિક તેમને હાથ ઊંચો કરી “હેલ્લો” કહે તો તેમને આ અભિવાદન ઝીલી સામે સસ્મિત પ્રત્યુતર આપવો પડે છે. જો આવું ના કરે તો મોટો વિવાદ થઈ શકે છે. 

ભારતમાં પણ આવી વ્યવસ્થા થઈ શકે પણ ભારતના નાગરિકો પોતાને પ્રજા માને છે. અને જ્યાં પ્રજા હોય ત્યાં રાજા હોય. આપણને એક કુટેવ પડી છે આપણાથી કોઈ ઉપર હોય તેને રાજા સમજીએ છીએ. અહીં લોકતંત્રનું મહત્વ અને પોતાના અધિકારો અને હક્કો ના જાણતો સામાન્ય માણસ પટ્ટાવાળા ને, પટાવાળો ક્લાર્કને, ક્લાર્ક હેડ ક્લાર્ક ને, હેડ ક્લાર્ક અધિકારીને, અધિકારી સચિવ ને, સચિવ નેતાને, અને નેતા પ્રધાનમંત્રીને, અને પ્રધાનમંત્રી કોઈ અલ્લેલ ટપ્પુ ને રાજા માને છે.

આ રાષ્ટ્રની દુર્દશા તેના અબૂધ અજ્ઞાન સામાન્ય નાગરિકો ના કારણે પણ છે. હમણાં એક વોર્ડનો ઉમેદવાર મળ્યો. ગળે મળ્યો મને કહે આ ચૂંટણી જીતી જઈશ તો રાજા જ છીએ.. આયર્લેન્ડ માં આવું નિવેદન એની રાજકીય કારકિર્દી સમાપ્ત કરી દે.. ભારતમાં આવા નિવેદન જે તે પક્ષ કાર્યકરોમાં ઉત્સાહવર્ધક અને પ્રેરણાદાયક ગણાય છે.

Copy post from WhatsApp

#વિજયમકવાણા 

Comments

બીજા વધુ આર્ટિકલ વાંચવા માટે

अलख समाचार

વાંચો ઓનલાઇન પેપર

આંબેડકર ટ્રોફી ૨૦૧૯:- આંબેડકર ગ્રુપ અંજાર દ્રારા અંજાર ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

એવી ભકિત કરો તો હરજી અગમભેદ જાણો

ચિત્રકારશ્રી નાનજીભાઈ રાઠોડ (ગોરડિયા)એ કોરોનાથી બચાવનો સંદેશ કેનવાસ પર અંકિત કર્યો

નવિનભાઈ જયપાલ