Posts

Showing posts from 2022

વીર મેઘમાયો

Image
  *જય અલખધણી🙏🏻 જય ગત્ ગંગા* *"આજની ઘડી રળિયામણી કે મારા વીર મેઘ માયા ની વધામણી રે "* " *માતા ગંગાબાઈ નું જાયો પિતા ધરમશી વણકર નું દેવ તણું અવતારી દીકરો રે* *જેનું વીર માયો છે જગમાં વિખ્યાત નામ જેણે જનહિતાર્થે દેહ બલીદાન આપ્યું એ હરખુ બાઈના ભરથાર રે*" *આજે આપણા મેઘવાળ સમાજના ક્રાન્તિકારી અંને આપણને સર્વે બંધનોથી મુક્ત કરાવનારા આપણા વીર મેઘ વંશી રખેશ્વર જેમનું નામ ઈતિહાસ ના પાને સોનેરી અક્ષરોથી કંડરાઈ ગયું હોય તેવા મહા બલી વીર મેઘ માયા દેવની આજે જન્મજયંતિ છે તો ખરેખર આપણે આવા વીર અને દેવ ની જન્મજયંતિ સાથે બલીદાન દિવસ ભુલવું નજોઈએ. મેઘ વંશી વીર મેઘમાયા* *માતા ગંગાબાઈ (ખેતબાઈ), પિતા ધરમશીભાઈ વણકર* *પત્ની હરખુબાઈ(મરઘાબાઈ)* *જન્મ ધોળકા તાલુકાના રનોડા (રણોડા).ગામ વિ.સ.૧૧૪૫ ભાદરવા સુદ નોમ* *ઈ.સ. તા. ૧૦૮૯ સપ્ટેમ્બર*  *બલીદાન (સમાધી)- સહસ્ત્રલિંગ સરોવર,અણહિલવાડ (પાટણ). વિ.સ. ૧૧૯૪ મહા સુદ સાતમ* *ઈ.સ.તા.૧૧૪૦ ફેબ્રુઆરી* *મેઘ વંશી વીર મેઘ માયા દેવ ની જન્મજયંતિ નિમિત્તે મારા સ્નેહી જનોને મારા પરિવાર દ્વારા અઢળક અઢળક શુભકામનાઓ* *લિ... ચિત્રકાર નાનજીભાઈ રાઠોડ (ગોરડિયા) અંજાર...

મારવાડા મેઘવાળ સમાજ જો આ નિયમો નો પાલન કરે તો સમજી લો ૯૦% સમસ્યા ખતમ.

Image
  મારવાડા મેઘવાળ સમાજ જો આ નિયમો નો પાલન કરે તો સમજી લો ૯૦% સમસ્યા ખતમ.  ✨છઠ્ઠી ના નિયમો:  (૧) બાળક અર્થાત્ બાળકી ની જન્મની છઠ્ઠી પર માત્ર સામાજિક નિયમ અનુસાર છઠ્ઠી ઉજવણી કરવી.  (૨) સાદું ભોજન બનાવવું. ✨ સગપણ ના નિયમો: (૧) સગપણમાં છોકરા પક્ષ દ્વારા કન્યા માંટે વીંટી, શ્રૃંગાર સામગ્રી, સોગાત (ગિફ્ટ) વગેરે લાવવા નહી. માત્ર સગપણ સાડી, બંગડીઓ, ચાંદલો જ આપવો. (૨) સગપણમાં કન્યા પક્ષ દ્વારા છોકરા પક્ષ છોકરા માંટે વીંટી કે કોઈ અન્ય સોગાત (ગિફ્ટ) આપવી નહી.  (૩) સગપણ માં બનને પક્ષના કુલ્લ ૬૦ સાઈઠ વ્યક્તિઓની સંખ્યા હોવી જોઈએ. (૩૦ વર પક્ષ અને ૩૦ કન્યા પક્ષ) તેથી વધુ એક પણ વ્યક્તિની મંજૂરી નહીં. (૪) સગપણ માં બનને પક્ષોએ મારાજ બ્રાહ્મણ ને સમાજ દ્વારા નક્કી કરેલ દાન સિવાય કોઈએ પણ અન્ય રકમ આપવી નહી.  (૫) સગપણ માં છોકરા, છોકરાના પિતા, છોકરાની માતા (જો હયાત ન હોય તો ) દાદા, દાદી, કાકા, કાકી એમ કૂલ્લ ૩ ત્રણ જણને જ ઓઢામણી કરવી. (૬) સગપણ માં કન્યા પક્ષ દ્વારા છોકરા માટે કોઈ પણ અલગ સભા મંડપ (સ્ટેજ) નો ખર્ચ કરવો નહિ.  (૭) સગપણમાં કન્યાના ઘરે કોઈ નવું નિયમ ના કરવું જેમ ક...

સરકારી યોજનાઓ

Image
મુખ્યમંત્રી રાહતફંડ (આરોગ્યલક્ષી ખર્ચમાં સહાય અર્થે ) પ્રસ્તાવના - કીડની/ હ્રદય/ કેન્સર/ લીવરના રોગની સારવાર/ ઓપરેશનના ખર્ચને પહોચી વળવા માટે માન. મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાંથી સરકારશ્રીએ નક્કી કરેલ જે-તે હોસ્પિટલના નામે પેનલ ધ્વારા નક્કી કરેલ નિયમાનુસાર રકમ નો ચેક આપવામાં આવે છે. ઉપરોક્ત રોગ ધરાવતા દર્દી પાસે જો મુખ્યમંત્રી માં અમૃતમ/વાત્સલ્ય યોજના અથવા પ્રધાનમંત્રી આરોગ્ય યોજના કાર્ડ (આયુષ્યમાન કાર્ડ) હોય પરંતુ સારવાર માટેની રકમ નો અંદાજ ૫ લાખ થી વધુ હોઈ તો મુખ્યમંત્રી રાહતફંડમાં સહાય માટે આવેદન કરી શકાય છે. શરતો - 1 . આવેદન કરનાર ની પારિવારિક વાર્ષિક આવક રૂ.૧,૫૦,૦૦૦/- થી ઓછી હોવી જોઈએ. 2 . દર્દીને હોસ્પિટલ ધ્વારા આપેલ અંદાજ મુજબ ઓપરેશન ખર્ચ ચૂકવેલ ના હોવો જોઈએ કે ઓપરેશન આવેદન આપવા પહેલા કરાવવું જોઈએ નહિ. 3 . આવેદન કરનાર કુટુંબ ના કોઈ પણ સભ્ય નોકરી કે વ્યવસાય કે પેન્શનના ભાગરૂપે રિએમ્બર્સ્મેન્ટ (ખર્ચ સરભર) નો લાભ મેળવતા ના હોવા જોઈએ અથવા કોઈપણ પ્રકારના વીમાના રક્ષાન હેઠળ વળતર નો લાભ લીધેલ ના હોવો જોઈએ. 4 . દર્દીએ સારવાર/ઓપરેશન માટે અગાઉ માન.મુખ્યમંત્રીશ્રી ના રાહતફંડ માં આગાઉ અરજી ક...