નગરપાલિકા એટલે શું?

નગરપાલિકાના કાર્યો, સત્તા અને જવાબદારી વિશે વીશેષ નગરપાલિકા એટલે શું? સત્તાનુ વિકેન્દ્રીકરણ કરવાના ભાગરૂપે બંધારણમાં ૭૩મો અને ૭૪મો સુધારો કરી ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકા જેવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. નાના-નાના કામ માટે પ્રજાને ઉપરી કચેરી સુધી લાંબુ ન થવુ પડે એટલા માટે સત્તાનુ વિભાજન કરી સ્થાનિક લેવલ ઉપર સ્વાયત્ત સંસ્થાઓને સત્તા આપવાની બંધારણીય જોગવાઈ છે. નગરપાલિકાઓ અને પંચાયતો પ્રજાને મહત્તમ સેવાઓ પુરી પાડવા માટે હોય છે પરંતુ નાગરિક તરીકે આપણે કાયદાઓ જાણતા ન હોવાના કારણે આપણી સાથે અન્યાય થાય છે. બોલે ગુજરાત કાયદાકીય જાગૃતિ ફેલાવવાનુ કામ કરે છે જેમા આજે આપણે નગરપાલિકા વિશે જાણવાનો પ્રયાસ કરીશુ. નગરપાલિકા એટલે શું? નગરપાલિકા એ શહેરી/ટાઈન વિસ્તાર માટેની લોકોથી, લોકો વડે, લોકો માટે ચાલતી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. નગરપાલિકાને ચોક્કસ હદ હોય છે અને તેમાં રહેતા લોકો તે સ્થાનિક સંચાલનની હદ નીચે આવે છે. નગરપાલિકા દ્વારા મુખ્યત્વે શહેરના વિકાસથી માંડીને લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવાની કામગીરી કરવામાં આવે ...