ચિત્રકારશ્રી નાનજીભાઈ રાઠોડ (ગોરડિયા)એ કોરોનાથી બચાવનો સંદેશ કેનવાસ પર અંકિત કર્યો

જય અલખધણી મિત્રો, સમગ્ર વિશ્વમાં કોરોનાને લઇને લોકડાઉન ચાલી રહ્યો છે, જે અંતર્ગત કચ્છમાં પણ લોકડાઉન ચાલી રહ્યો છે, પરંતુ હજુ ઘણા લોકો એવા પણ છે કે તેમને કોરોના વાઈરસની ગંભીરતાનો ખ્યાલ નથી. આવા લોકોમાં જાગૃતિ લાવવા માટે અંજારના ચિત્રકારશ્રી નાનજીભાઈ (ગોરડિયા)રાઠોડે ચિત્રો બનાવીને લોકોને સંદેશ આપ્યો છે . વાઈરસથી બચવા તેને ફેલાતો અટકાવવા માટે અંજારના એક ચિત્રકારે પેઇન્ટિંગનો માર્ગ અપનાવ્યો છે. કેનવાસ પર દોરેલું આ પેઇન્ટિંગ સોશિયલ મીડિયા મારફતે જાગૃતિ ફેલાવે છે. આવા સમયે અંજારના ચિત્રકાર નાનજી રાઠોડે કોરોના વાઈરસ અંગે જાગૃતિ કેળવાય તે માટે બે ચિત્રો બનાવ્યા છે, જેમાં એ દર્શાવવાનો પ્રયાસ કરાયો છે કે ઘરમાં રહેશો તો સુરક્ષિત છો. ઘરમાં રહેવા સિવાય હાલમાં કોઇ બીજો વિકલ્પ નથી. કોરોના વાઈરસ ચરમસીમા પર છે ત્યારે કેટલાક લોકો પરિવાર સાથે ઘરોમાં બંધ છે, ત્યારે કોરોના વાઈરસ સામે બાથ ભીડવા ભારતના રિયલ હીરો એવા ડોક્ટર, પોલીસકર્મીઓ, મીડિયાકર્મીઓ, સફાઇકર્મીઓ, આર્મીના જવાનો તથા બેન્ક, જીઇબી, હોમ ગાર્ડ,વૈજ્ઞાનિકો દેશી સુરક્ષા માટે પોતાના જીવના જોખમે ૨૪ કલાક ખડેપગે ઊભા છે. આ અંગે ...