મારવાડા મેઘવાળ સમાજ જો આ નિયમો નો પાલન કરે તો સમજી લો ૯૦% સમસ્યા ખતમ.

મારવાડા મેઘવાળ સમાજ જો આ નિયમો નો પાલન કરે તો સમજી લો ૯૦% સમસ્યા ખતમ. ✨છઠ્ઠી ના નિયમો: (૧) બાળક અર્થાત્ બાળકી ની જન્મની છઠ્ઠી પર માત્ર સામાજિક નિયમ અનુસાર છઠ્ઠી ઉજવણી કરવી. (૨) સાદું ભોજન બનાવવું. ✨ સગપણ ના નિયમો: (૧) સગપણમાં છોકરા પક્ષ દ્વારા કન્યા માંટે વીંટી, શ્રૃંગાર સામગ્રી, સોગાત (ગિફ્ટ) વગેરે લાવવા નહી. માત્ર સગપણ સાડી, બંગડીઓ, ચાંદલો જ આપવો. (૨) સગપણમાં કન્યા પક્ષ દ્વારા છોકરા પક્ષ છોકરા માંટે વીંટી કે કોઈ અન્ય સોગાત (ગિફ્ટ) આપવી નહી. (૩) સગપણ માં બનને પક્ષના કુલ્લ ૬૦ સાઈઠ વ્યક્તિઓની સંખ્યા હોવી જોઈએ. (૩૦ વર પક્ષ અને ૩૦ કન્યા પક્ષ) તેથી વધુ એક પણ વ્યક્તિની મંજૂરી નહીં. (૪) સગપણ માં બનને પક્ષોએ મારાજ બ્રાહ્મણ ને સમાજ દ્વારા નક્કી કરેલ દાન સિવાય કોઈએ પણ અન્ય રકમ આપવી નહી. (૫) સગપણ માં છોકરા, છોકરાના પિતા, છોકરાની માતા (જો હયાત ન હોય તો ) દાદા, દાદી, કાકા, કાકી એમ કૂલ્લ ૩ ત્રણ જણને જ ઓઢામણી કરવી. (૬) સગપણ માં કન્યા પક્ષ દ્વારા છોકરા માટે કોઈ પણ અલગ સભા મંડપ (સ્ટેજ) નો ખર્ચ કરવો નહિ. (૭) સગપણમાં કન્યાના ઘરે કોઈ નવું નિયમ ના કરવું જેમ ક...