એવી ભકિત કરો તો હરજી અગમભેદ જાણો

એવી ભકિત કરો તો હરજી અગમભેદ જાણો પરમ ભકત શ્રી ભાટી હરજી ને ભાદરવા સુદ બીજના દિવસે સવરા મંડપમાં પીર રામદેવજી નિજાર પ્રબોધ સંભળાવે છે. II ભજનઃ આરાધ -અર્થ સહિત II એવી ભકિત કરો તો હરજી અગમભેદ જાણો એજી તમને કહ્યું તે વચનમાં ચાલો રે હા... અર્થ: સવરા મંડપમાં બીરાજમાન પીર રામદેવજી મહારાજ ભાટી હરજી ને સંબોધીને કહે છે કેઃ હે હરજી તમે તો ભકત ઉધ્ધવજીના અવતાર છો માટે નિજારી ભક્તિ (આત્મ સ્વરૂપમાં મસ્ત પ્રેમ ભક્તિ) કરો તો પહેલા નિજાર ભકિત યોગનાં અગમ ભેદ ને જાણો. જે બુદ્ધિની સીમાથી પર છે. એવો અગમ દેશ છે કે જયાં બુદ્ધિ પણ નથી પહોંચી શકતી. જેને આદિ અનાદિ મહાપુરૂષો એ સાધન સિધ્ધ કરેલ છે એવા અગમ રહસ્યને જાણો. હે હરજી ! એવા અગમ દેશના ભેદને પુરી રીતે જાણો અને હું તમને જે સત વચન કહું તેને સત્ય માનીને એના આધાર પર આગળ વધો. II ભજન II એવો ધર્મ જનોને હરજી, નિજાર પંથ આદિજુગનો રે એજી ત...