શ્રી રામદેવપીર બાર બીજના ધણી
રામદેવપીરને બાર બીજના ધણી કેમ કહેવાય છે,, સર્વે પ્રથમ તો આપણે ભીતર બાર બીજ કેમ છે અને એમનુ સ્થાન કેમ છે એ જાણીશું
(૧) કુરમ બીજ,, સ્થાન મુત્રાશય,,
(૨) ઉત્પતી બીજ,,સ્થાન લીંગ,,
(૩) વાસના બીજ,, સ્થાન, વિચાર,, સંકલ્પ વિકલ્પ,,
(૪) બુંદ બીજ,, સ્થાન,, ત્રિકુટી,,,,
(૫) વચન બીજ,, સ્થાન ઉર્જાશકિત,,,
(૬) કર્મબીજ, સ્થાન મન,,,
(૭) ઓહંકાર બીજ,, સ્થાન સમ્રગ કાયા,,
(૮) રજજ બીજ,, સ્થાન યોની,,,
(૯) અલીલ બીજ,, સ્થાન નાભી,,,
(૧૦) પ્રેમ બીજ,સ્થાન બ્રહ્માંડ,
(૧૧) નાદ બીજ,, સ્થાન શબ્દ,,
(૧૨) બ્રહ્મ બીજ,, સ્થાન ૐ કાર,,
આ રીતે ભિતર બીજ અને એમનુ સ્થાન છે,, હવે આપણે બારે બાર બીજે શુ શુ પ્રગટ થયુ એ જાણશુ,,,
(૧) પ્રથમ બીજે હુવા ૐ કારા,,, એટલે ત્રણ માત્રા પ્રગટ। થય છે,, અકાર,, મકાર,, અને ઉકાર,,
(૨) બીજી બીજે શીવ શકતિ પ્રગટયા,,,એટલે ભીતર શ્વાસ ઉશ્વાસ,, ચંદ્ર નાડી સુર્ય,,, આમા લોયણ બા પુરાવો આપે છે,, જીરે લાખા શ્વાસ ને શિવ અને ઉશ્વાસ ને શકતિ જાણીએ રે,, એની બતાવુ તમને જુગતી,,
(૩) ત્રીજી બીજે,,ત્રણ ગુણ પ્રગટીયા,રજોગુણ,,તમોગુણ અને સત્વગુણ,,,
(૪) ચોથી બીજે ચારખાણી પ્રગટી,,, જરાયુજ,અંડજ,,સ્વદેજ,, અને ઉદભીજ,, અને ચારવેદ,
(૫) પાંચમી બીજે,, પાંચ તત્વ અને પાંચ પ્રાણ પ્રગટીયા,,
(૬) છઠી બીજે,, સાત ચક્ર ( મુલાધાર,, સ્વાધિષ્ઠાન,, મણીપુર,, અનાહત,, આજ્ઞાચક્ર,, અને સહસ્ત્રસાર )
(૭) સાતમી બીજે સાત ધાતુ, ( રસ, રકત માંસ ,,મજજા, મેદ,, અસ્થિ,, શુક્ર,,)
(૮) આઠમી બીજે,, અષ્ટકુળ પર્વત,, અને અષ્ટકમળ,,
(૯) નવમી બીજે નવનાથ,, ચોરાશી સિધ્ધો નવધા ભગતી પ્રગટીયા,,
(૧૦) દશમી બીજે દશ દીગપાલ અને દશ દેવતાઓ પ્રગટ કર્યા,,
(૧૧) અગીયારમી બીજે, સુર્ય ,ચંદ્ર નવલખતારા,, ૬૪ જોગણી, દશ ઈન્દ્રિયો,, અનૈ મન પ્રગટ કર્યુ,,
(૧૨) બારમી બીજે બાર પ્રકાર ના ભાવ પ્રગટયા,, બાર રાશી પ્રગટ,, તથા ૬૮ તીર્થ પ્રગટ કર્યા,,
પછી બારમી બીજે અમરલોક જ્ઞાનરુપી ગુણપતી આવી,, રામદેવપીરને આ બારબીજના ઘણી કહેવાય છે જેમણે બારેય બીજનુ અભ્યાસ અને અનુભવ હતો,, આ રીતે બીજ બાર કોઇ નથી,, એવુ વાણી મા પણ કહેવાય છે,,, પણ ઘણા ખરા તથાકથીતો એ બીજ બારા એટલે કાંઇક અલગ જ વર્ણન કર્યુ છે,,
પણ એ પહેલા આપણે એક બિજ બાબતની વાણીમા નજર કરીએ,, અને બિજ કહેવુ કોને,,,?? વર્તમાન સમયમાં મહધર્મમા નિજારમા બિજ ને શુ કહે છે,,,?? તે ઉપર ચર્ચા કરીશું,,,
મહાધર્મ છે અપાર રે,
એની મહિમા જાણે કોક
નર ને નાર રે...
પાતર નાના ને વસ્તુ મોટી રે,
એ જી ઇ તો ઠામ વિના નૈ ઠેરાય રે,
કાચો છે પારો રે ઇ જો જરે નહીં રે
એને કહેવાય મહાધર્મ અપાર રે...
જે જરે નહીં એજ નિજારી રે,
એની મહિમા છે અપાર રે,
ઇ તો કોક જાણે નર ને નાર રે...
બીજ બીજ સવ કહેના
જાણે બીજ નો ભેદ
જો બીજ પાળી હોય તો
બીજનો મમૅ બતાવો પંથીડા
કૌન બીજ તુમ માન્યો રે???
બીજમાં બ્રહ્મા
બીજમાં વિષ્ણુ
બીજમાં શંકર સામી
અગમ અગોચર બીજ કહાવે
કૌન બીજ થકી ઉતરશો પાર
કૌન બીજ થકી આવન જાવન
કૌન બીજ થકી જીવાજોડ
કોન બીજે થાય અજવાળા
કૌન બીજ ઉતારે ભવપારા
કૌન બીજના ધરો ધ્યાન
તો હંસને ઉતરે સરગથી રેમાન
આ વાણીના શબ્દો બીજ શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે,,મહાધર્મમા બિજ શબ્દ અને વચન શબ્દ ઉપયોગ બહુજ કરવામા આવે છે,,, કહેવાતા સાંપ્રદાયિક તથાકથીતો મુંઢ ગુરુવા એ તેમનો વ્યવસાય વધારવા માટે બિજ શબ્દનો અર્થ કાંઇક અલગ જ કરી નાખ્યો છે,,,
હુ અહીં બિજનો અર્થ વાસ્તવમા સંતોએ શુ કહયો છે,, વચનનો અર્થ સંતોએ શુ કર્યો છે,, અને અત્યારે તથાકથિત મુંઢ ગુરુવા એનો અર્થ શુ કર્યો છે એ બન્નેનો વિભાગ પાડીશ,,,,
પણ એ પહેલા નિજારપંથમા મહાધર્મમા ઉપદેશી લોકો શિષ્યો જે પાટમા જે વાયકે જાતા હતા તેમા શુ થાતુ હતુ,, તેનુ સંક્ષિપતમા,, વર્ણન કરુ છું,, અને એજ વાતને અત્યારે કામી ગુરુઓ એ કેમ વર્ણન કરે છે,, એ ભૌતિક,,આંતરીક અને અધયાતમિક બાબતમા વરણન કરીશ,,,
રામદેવપીર,,ડાલીબેન રુપાદે માલદે,, લાખો લોયણ,, કુંભારાણા,, લિલરબાંઇ,, જેસલતોરલ,, આ તમામ ગુરુના વાયકે પાટમા જાતા હતા,, તયા પાટમા જયોત પ્રગટ કરવામા આવતી,, પણ એ જયોત સર્વે ગતગંગા મળીને આરાધ કરીને,, આપો આપ પ્રગટ કરતા હતા,, તેમના પાટ ગુરુ,, મેન આસને,, હતા,, આખી રાત ભજન સત્સંગ,, વાણીનો પ્રવાહ ચાલુ રહેતો,, એ પાટ બંધ બારણે થાતો હતો,, કારણકે કોઇ પણ નુગરા માણસની જયોત ઝાંખી પડી જાતી,,, એક સામાન્ય માણસથી એક કામી,, ક્રોધી,, લોભી,, લાલચીથી,, જયોત ઝાંખી પડી જાય,, એ વાત મને ગળે ઉતરતી નથી,,, પણ એનો અર્થ એવો છે કે,, જયોતનુ ઝાંખુ થાવુ એ કે,, સત્યના પ્રકાશમા સતયના આગમાનમા,, એવા વ્યકતની હયાતી હોય હાજરી હોય,, તયા,,, ભેળસેળ નો ચાલે,, સત્યના પ્રકાશથી કદાચ જો એવા વ્યક્તિનો સુધારો નો થાતો હોય તો એ પ્રકાશ,, બે કોડીનો કહેવાય,, એ પ્રકાશ,, લેમ્પના પ્રકાશ સમાન કહેવાય છે,,, પણ નહી,, ગમેતેવો કામી માણસ જાય તો પણ જયોત તો જયોત જ રહે છે,, પણ જે જાગરુત દિવાઓ હતા,, પ્રગટ દીવાઓ,, હતા,, જે પુરુષો જે,, સંતો હતા,, ભકતો,, એ પાટમા હતા,, એને ખ્યાલ આવી જાતો,, કે આમા કોઇ આવો વ્યકિતનુ આગમન થયું છે,,, એટલે એને સંકેત ઇશારો મળી જાતો,, કહેવાતા સાંપ્રદાયિક તથાકથીતો ગુરવા ના મુખે વાતો એવી સાંભળેલી છે કે,, તયારે એ મહાપુરુષો સંતો ભકતોએ,, સ્ત્રી પુરુષ,, નીરવસ્ત્ર થાતા,,, અને પોતાની સ્ત્રી અન્ય પુરુષ સાથે,, અને પોતાનો પતિ અન્ય સ્ત્રી સાથે,, મુકત પણે સંભોગનો આનંદ લેતા,, અને પાટગુરુ એના જજ,, નિર્ણાયક હતા,, કે કોને પતિ પત્ની ને એકબીજા ની ઇર્ષા છે,, જે ઇચ્છા અને ઇર્ષા થી પર થઈ ગયા છે તે પુરણ નિજારી,, પુરણ પુરુષ,, એને જતીસતીની ઉપમા આપતા,,,, આવી માત્ર મે દંતકથા કહેવાતા સાંપ્રદાયિક તથાકથીતો મુંઢ ગુરુવા ના મુખેથી સાંભળી છે,,,
હવે આપણે ઉપર જે બીજની વાત કરી છે,, તેના ઉપરથી એક ભિતરની વાણીની વૈખરી ચર્ચા કરીશુ,, જેથી કરીને તમને ખ્યાલ આવે કે,, બાર બીજને ભિતર કેમ અને કેવી રીતે કહેવાય છે,,
🌻🌻વાણી 🌻🌻
1= અગમને અગોચર વીરા વાતુ છે આઘીયુ,,
એના પોથીયુનુ પામે પાર રે,, હા,,
જુનો જુનો ધર્મ આબાદ રાખી બોલીયે,,
એનો વેદ કરે છે વખાણ રે,,, હા,,
2= પ્રભુજી જયારે પોઢયા જયારે પોતે ક્ષિર સાગરે,,
ત્યારે પુર્થવી હતી જળબંબાકાર રે હા,, ,,
મહી મથીને વાલે મહેલ રચાવયો રે,,
ત્યારે પ્રગટીયા આદ ભવાની માત રે,,, ,,
આવી અગમની અગોચર વીરા વાતુ છે
3= પાર્વતી રુપે જયારે પોતે પ્રગટીયા રે,,,
આણયો તેદી આદ જુગનો પાટ રે હા,,
ધરતી માથે અમર ધરા આળખી રે,,,,,
ત્યારે ઘડીયા કાંઇ ગગન કેરા ઘાટ રે હા,,
અગમની અગોચર વીરા વાતુ છે આઘીયુ
4= આ ધરતી માથે ચાંદો સુરજ પ્રગટીયા રે,,
અને મેરુ કેરા સ્તંભ રોપાય રે હા હા,,
દશે દિશાએ દશ દીગપાલ મેલીયા રે હા,,
તોય પુર્થવી સુપડા તોલે સેવાય રે હા,,
અગમને અગોચર વીરા વાતુ છે આઘીયુ
5= પાંચ મળીને પીરે ઠાઠ પુરીયા રે હા,,
પ્રગટીયા બ્રહ્મા વિષનુ મહેશ રે હા,,
સતનુ બિજક લઇને વસુંધરામા રોપીયુ રે,,,,
ત્યારે પુર્થવી સ્થિર કરી ઠેરાય ,,,
અગમને અગોચર વીરા વાતુ છે આઘીયુ
6= આવો મહાધર્મ રે સૌનો મહંત છે રે,,
બિજા પંથ એની પરનાલ રે હા,,,
ચોરાશી ધર્મ વિરા એના ચેલકા રે હા,,
હરજી એને તમે રૂદીયે ધારો રે હા,, ,,
અગમને અગોચર વીરા વાતુ છે આઘીયુ
7= ધીરજ રાખી મહાધર્મ સાધો રે હા,,,
જેને જાણે જવરલા સંત સુજાણ રે હા,,
આવુ ડાલર સંગ ""રામદેવ""બોલ્યા રે હા,,
અને બોલ્યા છે કાંઇ અલખ ધણીનો આરાધ રે હા,,
અગમને અગોચર વીરા વાતુ છે આઘીયુ,,
🌷🌷ભાવાર્થ 🌷🌷
રામદેવપીરની વાણી લગભગ બધાજ કલાકારો હરજી ભાઠિ એ જેમા પીરના ગુણ ગાયા વખાણ કર્યા તેવીજ વાણી ગાતા મે જોયા છે,, પણ રામદેવપીર ના સ્વમુખે બોલાયેલ વાણી કોઇ પાંચટકા પણ ગાતુ નથી એનુ કારણ છે એ વાણી તત્વજ્ઞાન ઉપર છે અને બિજાનંબરમા રામદેવપીરને લગભગ ભકતોએ પરચા સુધી સિધ્ધિ વાળા દેવપુરુષ સુધીજ સિમીત જાણયા,,,
પણ એમની પ્રમુખ વાણી,,
ભક્તિ કરોતો હરભુ અગમ ભેદ જાણો,,
આજ અસત ભાખુતો મને અલખની દુહાઇ છે,,
સીતાજી પુછે કાંઇ લક્ષ્મણ જીના બાંધવને
કહો અમને વડધરમની વાત રે,,,
પુછો પુરા પંડિતોને પુછો શેખ સંનયાસીને,,
આમા નિજના ગુરુ કોણ છે,,
અને આ એક વાણી જે હરભુજીને ઉપદેશ સમયે સમજાવે છે,, કે આ ધરતી આ દેહને કેવીરીતે સ્થાપિત કરવામા આવ્યો છે,,,
1= અગમની અગોચર વીરા વાતુ છે આઘીયુ,,
એના પોથીયુનુ પામે પાર રે,,
જુનો જુનો ધર્મ આબાદ રાખી બોલીયે,,
જેના વેદ કરે છે વખાણ રે,, ,
આ વાણી હુ શાસ્ત્ર લેવલે અને ભિતર તત્વજ્ઞાન લેવલે પણ વર્ણન કરીશ,,,
બહુજ સરસ રીતે અનુભવ કર્યો અને વાણીના વાતથી આપણને શબ્દ સ્વરૂપે સમજાવયુ છે,, વાસ્તવમા આ કોઇ વાણી નથી પણ હરભુજી ની સાથે સંવાદ છે ઉપદેશનો અનુભવનો એક વૈખરી ચર્ચા છે,,, પછી એને રાગ રાગણી મા લાવીને વાણી રુપે પ્રગટ વાત કરી,, જેમ ગંગાસતિ ના પદો ભજનો માત્ર ચર્ચા છે તેમ,,, વાણીના શબ્દ છે,,
અગમની અગોચર વીરા વાતુ છે આઘીયુ,, ના પોથીયુનુ પામે પાર રે,,
અગમ એટલે જેની ગમનો હોય એ,, અગમ એટલે તત્વરુપી ના ગમની વાત,, ઘરની વાત,,, પણ છતા એ મહાપુરુષો એ અગમને જાણયો છે અને શબ્દ રુપે વાર્તાલાપ કરી છે,, અરજણ સાહેબ કહે છે,,
અગમ ભુમી દરશાયા સંતો અગમ ભુમી,,,
લક્ષ્મી સાહેબ કહે છે,,
અગમથી આવ્યો સુગમમા સમાણો
હા એને નુરતણો પ્રકાશ મારા વીરા ,,
મેરામ સાહેબ કહે છે,,
મન રે પવનનો મુડો બાંધી પછીઅગમ ખડકીએ આવુ,,
આમ દરેક સંતોએ અગમને જાણયોછે પછી કહ્યુ છે,, લક્ષ્મી સાહેબ કહે અગમથી આવ્યો સુગમમા સમાણો આ નિજ તત્વ આ ચૈતન્ય સ્વરૂપ અગમથી આવ્યો છે પણ સુગમ એટલે દેહમા મને એની સુગમ સુજાણ થઈ છે,, અને પાછુ સ્વરૂપ જ આવ્યુ છે,, નાનક કહે છે,,
અગમથી આવ્યો જોગીડો અગમની આવ્યો,,
રુપનો રે સ્વરૂપ જોગીડો અગમથી આવ્યો,,,
અગમથીતો આવ્યો છે,, પણ તે રુપમાથી રુપ એટલે કોઇ દેહીક રુપ નહી પણ પ્રકાશ સ્વરૂપ રુપ, નુર તણુ રુપ,, તેજ તણુ રુપમાથી આવ્યો છે,, અને તે જોગીડો તે ચૈતન્ય અગમથી આવ્યો છે અહિ લક્ષ્મી સાહેબ પણ એજ કહે છે,, અગમથી આવ્યો સુગમમા સમાણો એને નુરતણો પ્રકાશ મારા વીરા,, એને નુર એટલે આભા નો પ્રકાશ છે,, એ ચૈતન્ય એ સ્વરૂપ ,,,જેની રામદેવપીર વાત કરે છે,, અગમને અગોચર વીરા વાતુ છે આઘીયુ,,,
એવા અગમ અને અગોચર તયા કોઇ ભુમી નથી,, એની વાતુ આઘીયુ છે,, ""આઘીયુ છે ""એટલે આ દેહમા છે પણ એ તને દેહમા હોવા છતાં દેહાતીત છે દેહબાહર છે છતા પાછુ દેહ માધ્યમ છે,, એને એજ અગમને જાણવાની એની વાત એનો અનુભવ ઘણોજ આઘો છે,,
પછી કહ્યુ છે,, ""એના પોથીયુનુ પામે પાર રે ""
એનો પોથીયુ નો પામે પાર રે,,,
પોથીયુ નો પામે પાર એટલે શુ કે તમામ પુસતકો,, ખોટા નથી,, પણ કેવાનો રાઇટ મતલબ એમ છે કે,, જે અનુભવ છે જે સત્ય છે તે અસલમા લખાતો નથી,, અને કદાચ લખાય તો પણ એજ એક શબ્દ છે,, અત્યારે હુ આ વૈખરી ચર્ચા લખી રહ્યો છું તો એમા છેતો માત્ર શબ્દ જ,, શબ્દ સત્યનુ પ્રતિબિંબ છે,, તે પડછાંયા ને પકડવાની કોશિષ કરશો તો એનાથી સત્ય હાથમા નહી આવે,, પડછાયો છે સત્ય નથી,, પણ તથાકથિત મુંઢ ગુરુવા એ સમજયા વિના શાસ્ત્રો ને પુરાણાને ખોટા કહી દીધા,, પેલા દેવાયત પંડીતની વાણીના શબદો પણ ઉલટ કરી નાખ્યા,, અસલમા ખોટા પુસ્તક,, ખોટા પોથીના પાના,,
ખોટા પુરાણો,, ખોટા કાજીના કુરાન,,,
એમ નથી,, પણ એમ કહ્યુ છે,, ""ખોજો પુસ્તક,, ખોજો પોથીના પાના,, ખોજો પુરાણો,, અને ખોજો કાજીના કુરાનો,,, પણ વ્યવસાય કરવા માટે પોતાનો ગુરુબની ધંધો ચલાવવા માટે શબ્દો ઉલટ કરી નાખ્યા,, શાસ્ત્રને ગલત કરી નાખયા,, નહી સંતોએ એમ કહ્યુ છે કે શાસ્ત્રો અને પુરાણો,, પુસ્તક મા માત્રને માત્ર સત્યની વાતો છે અથવા એક થિયરી છે એક શબદના માધ્યમથી એક સત્યનુ પ્રતિબિંબ છે,, તો થિયરી સત્ય કેમ હોઇ શકે છે,,??,, પ્રતિબિંબ,, સત્ય કેમ હોઈ શકે છે,,?? હા સત્ય હોવાનો ભાસ થઈ શકે છે,, પણ કહેવાતા જ્ઞાની પુરુષો એજ આ શાસ્ત્રો ને ખોટા કહી આપયા,, એનાથી ઉલટુ શાસ્ત્રોકાર શાસ્ત્રને જાણનાર પણ એમજ પકડીને બેઠા છે કે,, શાસ્ત્ર આમ કહે છે,, બન્ને ની સ્થિત વિપરીત છે,, એક શાસ્ત્રને ખોટા સાબિત કરે છે,, અને એક શાસ્ત્રને જ સાચા કહે છે,, પણ ખરા અર્થમાં બન્ને ગલત છે,, નથી શાસ્ત્રો પણ ખોટા નથી,, પુસ્તકો પણ ખોટા,,, અને નથી શાસ્ત્ર સાચા પણ,, પણ બહુજ ઉંડાણથી મંથન કરજો,, શાસ્ત્રો એક શબ્દ છે,, અને શબ્દ પ્રતિબિંબ સમાન છે,, પછી તે કોઇપણ સંતોના ભજનો કે પ્રવચનો કે અનુભવના પુસ્તકો કેમ ના હોય,,, કેટલાક સંતોની ભજનોની રચના કરવામાં આવી છે,, તો એ ભજન પણ પુસ્તકો માજ છાપયા છે,, જેમ શાસ્ત્રો ને,છાપીયા છે,,, એ બન્ને એકજ સિકકાના બે પહેલુ છે,,, પણ તથાકથિત મુંઢ ગુરુવા એને પુસ્તક ને ખોટા નહી કહે,, પણ શાસ્ત્ર ને ખોટા સાબિત કરશે,, અસલમા દરેક શબ્દ જે સત્ય વિશે લખાય છે બોલાય છે તે માત્રને માત્ર શબ્દ જ છે,, એક થિયરી છે સતયની,, પણ નહી સંતો વાણીમા બધુજ કહી ગયા છે,, પણ એ એનો નિજ અનુભવ છે,, આપણો નહિ,, આપણેતો એના શબ્દો ઉપર ઉધાર સત્યની વાતુ કરીયે છીએ,,
એમ રામદેવપીર કહે છે કે આ સત્યની વાત તે કાંઇ પુસ્તક મા લખી નાખવાથી,, કે વાંચવાથી,, એનો પાર પામી શકાતો નથી,,, મે કેટલીય વાણીના વૈખરીના વર્ણન કર્યા છે,, તો જેને ખ્યાલ ન હતા એવા મે ખુલાશા કર્યા છે,, પણ અંતેતો એ એક શબ્દ મોબાઇલમાં ટાઈપ થયેલો છે,, જેમ પુસતકોમા થાય,, કે લખાય,, તો મારા શબ્દો પણ પુસ્તક બની ગયા,, પોથી બની ગઈ,, ભલે હજાર પાનાના ની નહી,, પણ સો પેઇજની નાની અમથી પુસ્તિકા અને પોથીતો ખરીજ,, હવે એને તમે પકડી લેશો તો શુ સત્ય નો અનુભવ થાશે,, સત્ય અનુભવાશે,,???? એવીજ રીતે શાસ્ત્રો મા શબ્દો છે,,, અસલમા લખવાથી કે બોલવાથી,, કે સાંભળવાથી,, સત્ય અનુભવાતુ નથી,,, એતો માત્ર સત્યની વાતુ છે,, કે આમ હોય છે,, આવુ હોય છે,,
એમ રામદેવપીર એમજ કહે છે કે એ વાતુ આઘીયુ છે જે કોઇ પોથીમા લખે કે કહે કે। પાર પામી શકાતો નથી,, એવી અગમની અગોચર વીરા વાતુ છે આઘીયુ,,
એનો પોથીયુ નો પામે પાર,, ,,
એને કોઇ શબ્દોથી પાર પામી શકાતો નથી,, પછી એજ શબ્દ લખાયતો તે પોથી બની જાય છે,, એજ શબ્દ સંભળાયતો માનવ શરિરમા ડાઉનલોડ થઈ એમા પણ પોથી બની જાય છે,, એમા પણ પુરાણ બની જાય છે,, અસલમા પોથી અને પુસ્તક અને શાસ્ત્રો પછી બને છે,, પહેલાતો મનુષ્ય ના બુધ્ધિમા,, મનમા,, શાસ્ત્રો,, પોથી,, પુસ્તક,, બને છે,,, એ ભિતર શાસ્ત્રો જે શબ્દો બની બોલાય કે લખાય,, એજ એનો પારનો પામી શકાય,, તમારી અંદર જૈ મન રુપી બુધ્ધિરુપી પોથી શાસ્ત્રો છે,, એ એનો પાર પામી શકે નહી,,, તમે એકવાર નોંધ કરજો,, દરેક સંપ્રદાયના તથાકથિત મુંઢ ગુરુવા પોતાનાજ ઉપદેશ પોતાનીજ વાણી,, પોતાની જ વાત ના (પોથી,, શાસ્ત્ર,, જે,, ડાઉનલોડ),,થયેલી છે એનાજ વખાણ કર્યા કરે છે એનાજ ગુણ ગાય છે,, એજ થિયરી વાપરે છે,,, નહી ભિતર પણ શાસ્ત્રો છે,, પણ પહેલાના રૂષીમુનીઓ મહાપુરુષો એ ભૌતિકમા લખયા છે,, અને અતયારે તથાકથિત ગુરુવા,,એજ શાસ્ત્રો એમના મનમંદીરના વાંચે છે બોલે છે,, પણ બન્નેનો મુળ સ્ત્રોત શબ્દ છે,, વાણી છે,, સત્સંગ છે,,,
એજ રામદેવપીર કહે છે,, એના પોથીયુનુ પામે નહી પાર,,
પછી કહે છે,, જુનો જુનો ધર્મ આબાદ રાખી બોલીયે,,
જુનો ધર્મ એટલે શુ,, પુર્થવી ઉપર કાંઇ પણ ન હતુ,, ભાષા પણ નો હતી,, ત્યારે શુ હતુ,,,, ત્યારે માત્રને માત્ર મનન હતુ ચિતંન હતુ અને તેદી માત્રને માત્ર ઇશારો આજના સમયમા એને સાન કહે છે,, એજ હતુ,, ત્યારે ભકત અને ભગવાનનુ તકરીબન સમન્વય હતો,, એકબીજા પરોવાયેલા હતા,,, મેકરણ દાદાએ કહ્યુ છે,,
આગળના જુગ તો એવા હતા સંત વિરલા જાણતા,,
અલખધણીને આરાધ કરતા આરાધે ધણી મારો આવતા,,
આરાધ એટલે કોઇ શબ્દ નહી,, કોઇ વાણી નહી,, પણ ભિતરથી એક અતંરનાદ થાતો,, એક એવી મનથી પ્રાથના
નિકળતી,, જેમા શબ્દ હતા,, પણ એક ભકત અને ભગવાનનો માત્ર પ્રેમ હતો,, ઉપનિષદમા કયાંય ગુરુ અને શિષ્યનો ઉલેખખ જોવામા નથી આવતો,, ત્યારે વાસ્તવમા કોઇ પરમતત્વની વચનમા કોઈ વ્યકિત,હતો,,નહી,, પણ સમય ગયો અને પરિવર્તન આવ્યુ અને ભકત અને ભગવાન વચ્ચે એક ગેબ એક ખાલી જગ્યા પઙતી ગઈ,, અને પછી ગુરુનો યુગ શરુ થયો,,,, કે આ વ્યકિતને અમે ઇશ્વર સુધી પહોંચાડવા મદદ કરીશુ ,,અને પછી અવતારો,, મહાપુરુષો,, સંતોનુ આગમન થયું,, અસલમા તે યુગમા ત્યારે ધરતી સર્વત્ર પર સંતોજ હતા સત્યપુરુષ હતા,,, એ સતીયા પુરુષોએ મહાધરમની સ્થાપના કરી,, આમતો મહાધરમની સ્થાપના અને વાર્તાલાપ શિવ અને પાર્વતી ના સંવાદથી થાય છે,, પછી સનાતન ધર્મ સ્થાપન થયો,,, સનાતન એટલે આદીકાળથી ચાલતુ આવતુ હોય તેવુ જેનો કોઇ અંત નહી,, સનાતન એજ સત્ય સનાતન,,,, એજુનો ધર્મ ધર્મ સતયુગમા સ્થપાયણો છે,,, ત્યારે પુર્થવી ઉપર એ સમયે લગભગ કોઇ રાષ્ટ્ર હતા નહી પણ પુરી પુરથવી એક જ રાષ્ટ્ર હતી,, માત્રને માત્ર મનુષ્ય જાતી હતી,, તેદી સતસનાતન ધર્મ નિ સ્થાપના થઈ,, ગણપત સાહેબ કહે છે,, જુનો ધર્મ લો જાણી મારા સંતો,,,
એકજોતા જુનો ધર્મ ભિતરી અવસ્થા મુજબ એકે તમારી અંદર આત્મસાક્ષાત્કાર કરવો અને મુકતિ મોક્ષ ના મારગ પર જાવુ એજ મનુષ્ય જાતીનો મોટામા મોટો અને જુનામા જુનો ધર્મ છે,,, બાકી બધુતો ઠીકઠાક છે,,,
એ જુનો ધર્મ જેના વેદમા સતસનાતન ધર્મના વખાણ કરયા છે,, જેના વેદો શાસ્ત્ર પુરાણોમા પણ ગુણ ગાયા છે,,, એને રામદેવપીર કહે છે જુનો ધર્મ આબાદ રાખી બોલીયે,, જેનો વેદ કરે છે વખાણ,,
2= પ્રભુજી પોઢયા જયારે પોતે ક્ષિર સાગરે,,,
ત્યારે પુર્થવી હતી જળબંબાકાર રે હા,,
મહી મથીને વાલે મહેલ રચાવયો રે,,,
ત્યારે પ્રગટીયા આદ ભવાની માત રે,,,
અગમને અગોચર વીરા વાતુ છે આઘીયુ
આમતો શાસ્ત્રો મા પ્રભુજી એટલે ભગવાન શ્રી હરી વિષનુ ની વાત કરે છે,,, જે પોતે દરિયામાં ક્ષિર સાગર મા પોઢયા છે સુતા છે,,, પણ રામદેવેપીર કાંઇ હરભુજીને ઉપદેશ આપતા હતા એટલે મુળ મુદો શાસ્ત્રમા બાહર સમજાવે છે અને તત્વજ્ઞાનમા એજ વાત ભિતર સમજાવે છે,,, પ્રભુજી પોઢીયા જયારે પોતે ક્ષિર સાગરે,,,,,
પ્રભુજી એટલે માના શ,,,,???ક્ષિર સાગર એટલે શુ,,??? માના ઉદર મા જયારે પ્રાણપુરુષ અને જીવાત્મા ગર્ભમા પ્રવેશ કરે છે ત્યારે એ જીવાત્મા પોતે જયા ક્ષિર સાગર એટલે એ ગર્ભમા વઘારે પડતુ ક્ષારનુ પ્રમાણ વઘારે હોય છે,, એમા એ બાળક તરતુ હોય છે,,, કબીરપંથી એમ કહે છે કે સાહેબ કમળમાથી પ્રગટ થયા છે અને લહર તળાવ થી મળ્યા હતા,, ,,,એ વાત જ અહી લાગુ પડે છે,, અસલમા માતાની નાભિ કમળથી નાળ જોડાયેલી હોય છેઅને ગર્ભાશય એ લહર તળાવ છે,,,,પણ પાછળથી સાહેબને પરમાત્મા સિધ્ધ કરવાની કોશિશ કરી અને એ જન્મ ધારણ નથી કર્યો,,, એનુ મુરત્યુ નથી થયુ કમળમા પ્રગટ થયા ફુલોમા સમાય ગયા આવી કેટલીક બધીજ કથાઓ ઉભી કરી છે,,,,, સંપરદાયનો વિકાસ માટે,,,
એજ અવસ્થાને ભગવાન શ્રી કૃષ્ણ આત્મા કહે છે,, વાત પણ સાવ સાચી છે તયા કોઇ પણ પ્રકારની મોહ માયા,, હોતી નથી તયા શુધ્ધ સ્વરૂપ હોય છે,, ગર્ભમા હોવા છતાં,,,, એવીજ અવસ્થા ને વિપરીત વાત ભગવાન બુદ્ધ કહે છે,,""અનાત્મા"" એમની વાત પણ સાચી છે કે તયા જો શુધ્ધ સવરુપજ હોયતો માયા મોહ જેવુ કશુજ હોય નહી માત્રને માત્ર શુધ્ધ ચૈતન્ય અવસ્થાજ હોયતો,,પછી એજ સ્વરૂપ ને વર્ણન કોની આગળ કરશો સર્વત્ર જ્ઞાનજ છે,,, સર્વત્ર આત્મભાવ છે તો આત્મા કોને કહેશો,,??? એટલે બુદ્ધે અનાત્મ શબ્દ પ્રયોગ કર્યો છે,,
જેવીરીતે ગાંધીની દુકાને બોર્ડ લખ્યુ હોય છે કે ""અહી શુધ્ધ ઘી મળશે ""નવાઇની વાત કહેવાય છે શુધ્ધ ઘી માટે પણ બોર્ડ મારવુ પડે છે,, કહેવુ પડે છે કે શુધ્ધ છે,, કોઇ શુધ્ધ વસ્તુ એની પોતાની જાહેરાત થોડા કરે છે,, એતો બે ફિકર છે,, કારણકે શુધ્ધ એનો સ્વભાવ છે,,, એમ બુધધ એમજ કહે છે અનાત્મ કહે છે તયા સર્વત્ર સ્વરૂપ છે,,,
એમજ અહીં રામદેવપીર કહે છે પ્રભુજી એટલે જીવાત્મા જયારે માના ગર્ભમા નવ મહિના પોતે પોઢયા ક્ષિર સાગરે,, પછી કહે છે,, ત્યારે પુર્થવી હતી જળબંબાકાર રે,,, એ વાત સાચી છે,,મતાનો ગર્ભમા માત્રને માત્ર પાણીજ ક્ષારજ હોય છે એજ પાણીના આધારે ક્ષારના આધારે બાળક તરતુ હોય છે,,, પછી કહે છે,,
મહી મથીને વાલે મહેલ રચાવયો રે,,,
મહી એટલે માતાનુ રજ અને પિતાનુ બુંદ બન્ને ના મિલનથી,, સર્જનહાર જેણે રજજવિરજને મેળવણ કરી મહી મથીને,,, મહેલ કેતા આ શરિર રુપી મહેલ દેહરૂપી મહેલ,, પિંડરુપી મહેલ માના ગર્ભમા સર્જનહારે મહેલ રચાવયો,,, સુખરામ બાપા કહે છે,
બોલતા પુરુષની બેહદ વાતુ પરખે કોઇ પરખનહારો,,
સુખરામ કહે અસ્થિર મહેલમા બોલે એ બાવન બારો,,
પરમાતમા એ બાવન બાર અસિથર મહેલ હાડકાનો મહેલ બનાવ્યો છે એ પુરુષ જે બોલનહારો છે એ બાવન બાર છે,, જે અસિથર મહેલમા છે,,,
રામદેવપીર એનેજ એજ પિંડને મહેલ કહે છે,,,
પછી કહે છે ત્યારે પ્રગટીયા આદ ભવાની માત રે,,
પછી પિંડનો મહેલનો ઘાટ ઘડાયા બાદ એમા આદ ભવાની એટલે શકતિ ભિતર એજ શરિરમા કુંડળીની શકતિ પ્રવેશ કરે છે,, જેનાથી બાળક હલન ચલન કરવા લાગે છે,,, જેમ જેમ મહીના વધતા જાય એમ પિંડ વિકાસ પામે અને શરિર હલનચલન થવા માંડે છે,,,
3= પાર્વતી રુપે જયારે પોતે પ્રગટીયા રે,,
આણયો તેદી આદ જુગનો પાટ રે,,
આ ધરતી માથે અમર ધરા આળખી રે,,
ત્યારે ઘડીયા કાંઇ ગગન કેરા ઘાટ રે હા,,
શાસ્ત્રમા એમ કહે છે કે સર્વે પ્રથમ મા શકતિ પ્રગટ થયા,, અને પછી શકતિ એ નિરંજન ને વચન આપી,, અને ત્રણ પુરુષને પ્રગટ કર્યો છે,,, એમ શકતિ એ નવ ગ્રહ ઉત્પન્ન કર્યા,, એમાથી પછી મૈથુન સુરષટિ રચાવી,,
હવે અહીં ભિતરજે શકતિ પિંડમા પ્રગટ થઈ એને રામદેવપીર પાર્વતી નામ આપ્યુ છે અસલમા દરેક વયકતિમા એ શકતિ છે જેમ બ્રહમાંડ મા શકતિ સંચાર કરી રહી છે તેમજ અહીં પિંડમા પણ એજ શકતિ ભિતર છે પણ આપણે એનાથી અજાણ છિએ,, અથવા એને જગાડવાની વિધી નથી,, રૂષીમુનીઓ મહાપુરુષો સંતો આ વિધીને જાણતા હતા,
પાર્વતી રુપે જયારે પોતે પ્રગટીયા રે,,
આણયો તેદી આદ જુગનો પાટ રે,,
જયારે ભિતર એ શકતિ જાગી ત્યારે તેણે, ""આણયો તેદી આદ જુગનો પાટ"" આ પિંડમા આદી અનાદીનો પાટ,, એટલે આની ભિતર જે ધરણી નોતી આકાશ નોતા નોતા નવલખ તારા,,, તેદી જે જ્ઞાન સ્વરૂપ હતા એજ પાટ એજ જ્ઞાન છે એજ આદ અનાદીનો છે ,,એજ ભિતર પાટ જ્ઞાનને આણયો માતા શકતિએ પાર્વતી એ,,, પછી કહે છે,,
""આ ધરતી માથે અમર ધરા આળખી રે ""
આમતો શાસ્ત્રો મા પુરાણોમા પણ એમજ કહયુ છે જયારે શિવ શકતિ એ જીવ સૃષ્ટિ રચાવી ત્યારે મહાધરમની સ્થાપના કરી અને આદરુપી પાટ જ્ઞાનનો પાટ લાવ્યા પછી ધરતી માથે પુર્થવી માટે અમરધરા આળખી,, એક એવી પુર્થવી નો નિર્માણ કર્યું કે,, માનવી સત્યજ્ઞાન પ્રરાપત કરી શકે છે,, એટલે કહ્યુ આ ધરતી માથે અમર ધરા આળખી રે,, આળખી એટલે ચિત્રણ કર્યુ,,
હવે એજ અવસ્થા ભિતર આ પિંડ રુપી ધરતીમા આ દેહરુપી ધરતીમા એક અમરધરા આળખી છે ચિત્રણ કરી છે,, મનુષ્યના શરીરમાં આમતો ચોદલોક છે જે બ્રહમાંડ છે ,,એજ આપણી ભિતર છે,, પછી નિરંજ લોક સતલોક અમરલોક,, આપણ આપણી ભિતરી કુંડળીની શકતિ ના માધ્યમથી જ અનુભવાય છે,, એજ આ પિંડરુપી ધરતીમા અમરધરા આળખી છે,, પછી કહે છે,,
"""ત્યારે ઘડીયા કાંઇ ગગન કેરા ઘાટ રે"""
શાસ્ત્રમા પણ સાત આકાશના ઉલલેખ જોવા મળે છે,, એમા એક આકાશ તત્વ મેન છે,, જેમાથી,, ચાર તત્વ ઉત્પન્ન થયા પણ પહેલુ તત્વ આકાશ તત્વ છે,,, પછીના ચાર છે ,,એજ આકાશમા ગગન બનાવ્યા જેમા વાદળાઓ આવે અને જાય,, એમા નાદ અવાજ,આકાશવાણી પ્રગટ છે એમાજ ગગનમા તમામ ગ્રહો રમણ કરી રહ્યા છે,,,
એજ પિંડમા એજ ભિતરી અમરધરામા એની ઉંચી અવસ્થા પર ગગનરુપી ઘાટ ઘડીયા છે,,, એમા એજ ગગનમા નાદ છે શબ્દ ગુંજી રહ્યો છે,,, આવુ રામદેવપીર હરભુજીને ઉપદેશ મારફતે સમજાવે છે,,,
4= આ ધરતી માથે ચાંદો સુરજ પ્રગટીયા રે,,
અને મેરુ કેરા સ્તંભ રોપાય રે હા,,
દશ દીશાયે દશ દીગપાલ મેલીયા રે,,,
તોય પુર્થવી સુપડા તોલે સેવાય રે,, ,,
શાસ્ત્રમા એમ કહે છે પછી મા શકતિએ,, પુર્થવી ઉપર,, ચંદ્ર અને સુરજ પ્રગટ કર્યા આમતો નવ ગ્રહમા એનુ અવતરણ થયેલુજ હતુ પછી એને ચંદ્ર અને સુરજને જીવ સૃષ્ટિમા કામ સોંપવામાં આવ્યું,, ચંદ્રને રાત્રે જગમગવાનુ અને સુરજ દેવને દિવસે જગમગવાનુ,, આમ રાત્રી અને દિવસ અસતિતવમા આવ્યુ,,, અહીં કોઇ વૈજ્ઞાનિક બુધ્ધિનો વિષય નથી,, નહિતર વિજ્ઞાન એમ કહે છે કે સુર્ય આથમતો નથી અને ચંદ્ર પણ આથમતો નથી,,,પછી મોટા પર્વત મેરુના સ્તંભ નિર્માણ કર્યા,, પણ આપણે જીવ સૃષ્ટિ બંધાણી એ આપણા શાસ્ત્રો પ્રમાણે એ સમયની વાત ચાલે છે,,,, પછી દશ દિશા નક્કી કરવામાં આવી,, અને એ દશ દીશામા દશ દીગપાલ દેવો મુકયા એમને એમનુ કામ સોંપવામાં આવયુ જીવ સૃષ્ટિ મા પુર્થવી ઉપર,,, હવે આપણે એને ભિતર લઈ જઈએ,, ,,
""આ ધરતી માથે ચાંદો સુરજ પ્રગટીયા રે""
આ ધરતી માથે એટલે આ દેહમા જયારે આ દેહ માતાના ગર્ભમાંથી બહાર આવ્યુ ત્યારે તેમણે તે બાળકે પ્રથમ વખત પહેલી વાર તેમનો શ્વાસ ઉચ્છવાસ,, પ્રાણ લિધો હોયછે,, માના ઉદર મા તેણે માના પ્રાણ ના માધ્યમથી શ્વાસ ઉચ્છવાસ લીધા હોય છે,, પણ જન્મ થાતા તેમણે પ્રથમ વાર પોતાના નસકોરા થી શ્વાસ ઉચ્છવાસ,, અને હૃદયથી પ્રાણ આ બન્ને કાર્ય સાથે જ થાય છે,,,,
રામદેવપીર કહે છે,, ""આ ધરતી માથે ચાંદો સુરજ પ્રગટીયા,""આ દેહમા પ્રથમ વાર ચંદ્ર નાડી અને સુર્ય નાડી પ્રવેશ કરી પ્રગટ થયા,, અને પછી કહે છે,,
""" મેરુ કેરા સ્તંભ રોપાય """
મેરુ કેરા સ્તંભ એટલે શરિરની પાછળનો બરડો જેને યોગની ભાષામા મેરુદંડ કહે છે,, આમતો એ મેરુદંડની રચના શરીરની સાથેજ થાય છે,, પણ બાળક પહેલી વાર પોતાનો મેરુ ના સહારાથી શરીરને હલનચલન કરશે,,, અને એજ મેરુ સ્તંભથી એક ગુપ્ત નાડી છે જેમા સુષ્મણા ગુપ્ત રીતે છુપાયેલ છે,,તે સુષ્મણા નાડી જાગરૂત થાય ત્યારે કુંડળી શકતિ તેનાજ માધયમથી સાત ચક્ર ભેદન કરી સહસત્રસાર મા શ્રિ હરી,, પરમતત્વ,, સાહેબને મળવાનો તક જન્મ મરણના ફેરા મટાડવાના માટે માધ્યમ બને છે,,, એ શરિરનો બરડો જેને રામદેવપીર """મેરુ કેરા સ્તંભ રોપાય રે"" એને કહે છે,,,
પછી કહે છે,, ""દશે દિશાએ દશ દીગપાલ મેલીયા રે ""
આ શરીરમાં દશ દીશા એટલે દશ દ્વાર એ દશ દ્વારમા દશ દીશા છે,, એમા દશ દેવો મુકયા છે,, દશ પ્રાણ છે,, પણ દશ પ્રાણ છે જેમા પાંચ પ્રમુખ છે,, બાકી પાંચ વાયુ છે,, એમજ દશ દેવો છે,,, નવ દ્વારના દેવોતો સામાન્ય રીતે કોઇપણ જાણે છે,, પણ દશમો દ્વાર નો દેવ છે તે તમામ દેવોથી પર છે,, તે દેવોમા પરમદેવ છે,, કબીર સાહેબ કહે સખી પરમ પુરુષ નિજ દેવ લાગ્યા,,
મને મિઠા રે,, જેના સાહેબ કબીર ગુણ ગાય,,
નજરે દિઠા રે,,,,
એજ નિજ દેવ એજ દસમાદ્વારમા બેઠેલા છે,, એને રામદેવપીર દશ દીશાએ દીગપાલ કહયા છે,,
પછી કહે છે,,"" તોય પુર્થવી સુપડા તોલે સેવાય રે,, ""
તોય પુર્થવી સુપડા તોલે સેવાય રે,, તોય આ દેહરુપી પુર્થવી સુપડામા જેમ અલગ અલગ દાણા જેમ પાહટો કરીયે જેમ સુપડામા સાવરીયે,, એમ અજ્ઞાનતામા સેવાય છે,, સુપડાની માફક,,,,
5= પાંચ મળીને પીરે ઠાઠ પુરીયા રે,,
પ્રગટીયા બ્રહ્મા,,વિષનુ મહેશ રે હા,,
સતનુ બિજક લઇને વસુંધરામા રોપીયુ રે,,
ત્યારે પુર્થવી સ્થિર થઈ ને ઠેરાય રે હા,,,
પાંચ મળીને પીરે ઠાઠ પુરીયા,,, પુરાણોમા શાસ્ત્રમાં એમ કહેછે શકતિએ આ દેહરુપી ધરતીમા પાંચ પુરુષને પ્રગટ કર્યા,,,ઘણા પાંચ તત્વ કહે છે,, ઘણા પાંચ પ્રાણ કહે છે,,
અને શાસ્ત્રો લેવલે એ વાત બરોબર પણ છે,, પાંચ તત્વ મળીને પીરે ઠાઠ પુર્થવી ઉપર પ્રગટ કરીને પુરીયા પીર એટલે સર્જનહાર ઇશ્વર રે ઠાઠ પુરીયા રે,, પછી બ્રહમા ,,વિશનુ મહેશ,, એમ ત્રણ પુરુષને ઉત્પન્ન કર્યા,, શકતિએ,,, એ ત્રણ પુરુષોમા,, સતનુ બિજક એટલે,, જ્ઞાનનુ બિજ,, વૈરાગ્ય નુ બિજ,, અનુભવનુ બિજક,, માતા શકતિએ,, વસુંધરામા,, એટલે આ પુરથવિ મા શરિરમા રોપીયુ , બિજક અનુભવનુ જ્ઞાનનુ,, પ્રેમનુ,, આ અવસ્થા પછી પુર્થવી મા સ્થિર થઈ,,
સતનુ બિજક લઇને વસુંધરામા રોપીયુ રે ,,
સતનુ બિજક એટલે,, સત્ય શબ્દરુપી બિજક,, જ્ઞાનરુપી બિજક,, અનુભવરુપી,, બિજક,, સત્યને વસુંધરામા એટલે શુન્ય શિખર મા,, ગગનમા રોપીયુ રે,, ઘણા નિજાર પંથ વાળા,, મહાધરમ વાળા વર્તમાન સમયમાં સતનુ બિજક બિજ કાંઇક અલગ વર્ણન કરે છે,,,, તે ચર્ચા કયારેક કરીશુ,,,
પછી કહે છે ""ત્યારે પુર્થવી સ્થિર થઈને ઠેરાય રે, ""
ત્યારે આ દેહરુપી પુર્થવી આ શરિર સ્થિર થાય છે,, કારણકે એને મુળ સ્વરૂપનું ભાન હોય છે,, ચૈતન્ય સ્વરૂપ નુ ભાન હોય છે,, એટલે પછી એજ સ્થિર થાય છે,,,
હવે આજ અવસ્થા ને રામદેવપીર ભિતર તત્વજ્ઞાનમા વર્ણન કરે છે,, ""પાંચ મળીને પીરે ઠાઠ પુરીયા ""
પાંચ એટલે અહીં તત્વજ્ઞાનમા શરિરરુપી પુર્થવી તો બંધાઇ ગઇ પણ એમા પાંચ પુરુષ પ્રવેશ કરે છે,,
1= પ્રાણ પુરુષ,, 2= નિરંજન પુરુષ,,
3= અમર પુરુષ,, 4= અલખ પુરુષ,,
5= ચૈતન્ય પુરુષ,, જેને સત્યપુરુષ પણ કહેવામા આવે છે,, જે પાંચ પુરુષ મળીને ઠાઠ પુરાણો,,, પછી કહયૂ,,
પ્રગટીયા બ્રહ્મા,,વિશનુ,, મહેશ,, રે
ત્યારે પીંડનો જનમ થયા બાદ શરિર માતાના ઉદર માથી બહાર આવતા,, ત્રણ ગુણ પ્રગટ થયા છે,, રજોગુણ,બ્રહ્મમા,, તમોગુણ,, મહેશ,,, સતવગુણ,, વિષનુ,, એમ ત્રણ ગુણની શરિરમા પ્રવેશ થયો,,અને મુળ સવરુપની અવસ્થા પર દેહ ત્યારે સ્થિર થઈ ઠેરાયો હતો,,, જયારે માતાના ઉદર બહાર જન્મ થયા બાદ,,
6= આવો મહારે ધર્મ રે સૌનો મહંત રે,,
બીજા પંથ એની પરનાલ રે,,
ચોરાશી ધર્મ વિરા એના ચેલકા રે,,
હરજી તમે એને રૂદીયે ધારો રે હા,,
પુરાણોમા શાસ્ત્રમાં વેદોમા મહાધરમના સતસનાતન ધર્મના વખાણ કર્યા છે,, જેની સ્થાપના શિવ શકતિએ કરીએ હતી એજ આ ધરતી પર સર્વે પહેલા મહાધરમ ની સ્થાપવામા આવ્યો હતો,,,, બીજા બધાજ પંથ છે એતો એમાથીજ ઉદભવ થયેલા પરનાલ આમતો શબ્દ પ્રજા કરવાની જરૂર હતી,, જે ચોરાશી ધર્મ છે જે તમામ ધર્મ એજ મહાધરમાથી ઉભાજ થયેલા છે એના ચેલકાઓ છે,, હવે આપણે એજ વાતને ભિતર લઇ જઇએ,,
આવો મહાધરમ એટલે સત્યને જાણનાર સત્યને પામનાર,, સત્યને અનુભવ કરનાર,, જે પોતાના આત્મસ્વરૂપની ભાન થાય એજ સત્ય સનાતન અને મહા એટલે મોટામા મોટો ધર્મ છે,, જે પ્રત્યેક વ્યકિતનો નિજ ધર્મ છે,, જેને જાણવો અને અનુભવવો,, એટલેજ રામદેવપીર એની એક વાણીમા કહે છે,,
સતીયા થઈ ને સતમા ખેલો હા,,
પછી સતની છે સદાય સવાયુ,,,
બાળનાથ ચરણે બોલ્યા સિધ્ધ રામદેવ,,
પછી સતની આગળ નથી બિજુ કાંઇ રે,,,
એ સતને જાણવા માટે તમારે સતમા ભિતર રમવુ પડશે,, સતમા રમવુ એટલે તમે તમારા પ્રતયે વફાદાર રહો,, ગમેતે સંપ્રદાય મા જાવ,, ગમેતે ફૌજમા જાવ ગમેતે ધારાઓમા જાવ,, પણ જયા સુધી તમને ભિતરથી સત જવાબનજ આપે તયા સુધી,, હા નો ભણતા,, કે નહી બાપુ,, નહી સાહેબ,, નહી ગુરુમહારાજ,, આમતો નથીજ,, માત્ર અહંમને પોશીત કરવા હા નં ભણતા,, જો હા જ ભણી હોતતો જીવણ સાહેબ ને અઢાર ગુરુ કરવા નો પડયા હોત,,, રામદેવપીર એજ સતમા ખેલવાનુ કહે છે,,, અને જયારે તમે એ સત્ય મા રહેશો તો સત્ય તમારી ભિતર સવાયુ બે ગણુ પ્રગટ થાશે,, અને એ સત્યને જાણીયા બાદ,, અનુભવ કરયા બાદ,, પછી એના પછી સતયની આગળ રામદેવપીર કહે છે બિજુ કાંઇ નથી,,,
એજ મહાધરમ એજ મોટો ધર્મ છે સત્યને જાણવુ અને અનુભવવુ,,, પછી કહે છે,,
ચોરાશી ધર્મ વિરા એના ચેલકા,,
આ અત્યારે જે ધરમો નિકળ્યા છે એ બધાજ એનિ નિચે છે એના ચેલકા છે,, એક ચોરાશી ધર્મ એટલે પરમતત્વ ને પામવા માટે યોગમા ચોરાશી આશન કહયા છે,, એ ચોરાશી આસન પણ સતને પામવા માટે માધ્યમ છે પણ છે તો એના જ ચેલકા,, કારણકે એજ મનુષ્ય ના મસ્તક માથી પ્રગટ થયા છે,, ઉદભવ થયા છે,, એ તમામ ચોરાશી ધર્મ એના ચેલકા છે,, એમા લગભગ બધીજ સંપ્રદાય આવી ગઈ છે, કારણકે એક પણ સંપ્રદાય ચોરાશી આસન થી પર નથી,, છેલ્લે સહજ આસન પણ સમરણ માટે જાપ માટે કરવુ પડે છે,, પછી ભલે સત્સંગ કરવુ હોય પણ સહજ આસનમા તો આવવુ પડશે,, એ પણ એના ચેલકા છે,, અત્યારે તો નિરાંધારાનો,, ઉગમફોજ વાળાએ ઉપાડો લીધો છે કે અમારી પાસે જ આ વાત છે,, અમેજ જાણીયે,, અમનેજ એનો ખ્યાલ છે,, મહાધરમ અને નિજારપંથ કાંઇ ગલત કરીને બિજોજ મારગ અપનાવ્યો છે,, એમા પણ અમુક ટકા સત્ય પુરુષતો છે જ,, પણ એ કયાંક જવરલે હોયતો,, 🤔🤔
પછી કહે છે,,,""હરભુ તેને તમે હદયે ધરો રે"" ,,,
હરભુ તમે એ મહાધરમ ને તમારા હદયમા ધરો એને ધારણ કરો એમા સત્યમા ધારણ કરીને રમો,,
7= આવુ ધીરજ રાખી મહાધરમ સાધો,,રે,,
આને જાણે કોઈ જવરલા સંત સુજાણરે,, હા,,
આવુ ડાલર સંગ પીર રામદેવ બોલયા,રે,,
બોલ્યા છે કાંઇ અલખ ધણીનો આરાધ રે હા,,,
પછી કહે છે છેલ્લે હે હરભુજીને કે હે હરભુ તમે ધિરજ રાખીને મહાધરમને સાધોરે,, બહુજ સરસ વાત કરી છે,, મહાધરમને સાધવાની વાત કરી છે,, મહાધરમમા જોડાવાની વાત નથી,, એ તમારી ભિતર આ જીવાત્મા ચોરાશીલાખના ફેરા ફરતો ફરતો એનો મુળ સત્ય રુપી ધર્મને ભુલી ગયો છે,, એજ સત્યને તમારે પાછુ સાધવાનુ છે,, સત્ય કાંઇ તુટતુ નથી,,પણ સત્યથી જુદો આ અંશપડીને મોહમાયા ફસાઇ ગયો છે,, હવે એ સત્યને કોઇ સદગુરુ મહારાજ ની કુરપાથી,, કોઇ સંત પુરુષ,, કોઇ મહાપુરુષ ના સાનિધ્યમાં ઝલક જોવા મળી છે તો એવા સત્યને તમે સાધો કબિર સાહેબ કહે છે,, સંતો ભાઇ સુનો ઓર સાધો,,,, તમે સાંભળ્યું હોયતો હવે એને સાધનાના માધયમથી સાધો,,, એમ અહીં રામદેવપીર કહે છે એજ મહાધરમ એજ સતયને તમે ધિરજ રાખીને સાધો રે,,,
પછી કહે છે,
આને જાણે કોઈ જવરલા સંત સુજાણરે,,,
આ સત્યને જાણનાર કોઇ સંત કોઇ સુજાણ હોય શકે છે,, અખો કહે એ,,
આને જાણનારા જવરલે કોઈ સંત,,
પુરણ સાહેબ કહે ,, આને સમજે વિચારી કોઇ શાણારે,, સખી સતવચનમા ,,
ભાણ સાહેબ કહે છે,, અમર પુરુષ તયા વસે એને સમજે રે સંત સુજાન, શોભારે વખાણુ સતલોકની,,
એને રામદેવપીર જવરલા કહે છે,, સંત કહે છે એને સુજાણ કહે છે જેને સતયની જાણ થઈ ગઈ છે,, જેને સત્યનો અનુભવ થયો છે એ સુજાણ,, પછી કહે છે,,
ડારલ સંગ બોલ્યા પીર રામદેવ,,
બોલ્યા છે કાંઇ અલખ ધણીનો આરાધ રે,,
આ વિષયની આ ઉપદેશની ચર્ચા તે ડાલી બેનની હાજરીમા હરભુજીને જણાવતા હતા અને કહયુ આ આરાધ આ વાત આ ઉપદેશ છે એ અલખધણીનો એટલે પરમતત્વ નો છે,,પરમાત્માનો છે,,, આરાધ એટલે કોઇપણ વસતુને સાધના કરવી,, પુકાર કરવો,, ભિતરથી,,
આ વાણીમે શાસ્ત્ર લેવલે તથા ભિતર વર્ણન કરી છે એ
વૈખરીમા કાંઇ ત્રુટી રહી ગઈ કાંઇ ભુલચુક હોયતો એક સાધુ સમજીને માફ કરી દેજો,, ,,
આવા શ્રિ અનુભવી એવા સિધ્ધ રામદેવપીર ના ચરણોમા મારા કોટીક કોટીક વંદન કરુછુ ભાવથી,,,
ઉપરનો સર્વે પ્રથમ લેખ જે બારબીજનો છે એ મે ,,""મેરી નજરે મોતી આયા ""ભાગ 4 માથી લખ્યો છે,, જેની નોંધ લેશો,,, બાકીનો લેખ મારા પોતાનો છે,,
✍️શ્રી કીશનદાસ બાપુ,,
ꙮ༺•❣️•༻ꙮ
મિત્રો અહી અંજાર મધ્યે ૧૯૮૮ ની સાલમાં રામદેવ પીર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા પાઠ કોરી પ્રસંગના કેટલાક વિડિયો ના અંશો આપની સમક્ષ રજુ કર્યા છે જેમાં તે વખતના સંભારણા તાજા થાય છે આશા રાખીએ કે આપને પસંદ આવશે . જય બાબેરી
Comments
Post a Comment